યુપીઆઈ પેમેન્ટ નકાર કઈ રીતે ઘટાડવું

યુવીઆઈ પેમેન્ટ નકાર ટાળવા માટે લેણદેણ કરવા સમયે નિમ્નલિખિત સૂચનાઓનું પાલન કરોઃ

 

  • યુપીઆઈ માધ્યમથી ચૂકવણી કરવા સમયે તમારા ખાતામાં પૂરતું ભંડોળ હોય તેની ખાતરી રાખો.
  • લેણદેણ કરવા સમયે પ્રમાણિત યુપીઆઈ પિન એન્ટર કરવાની ખાતરી રાખો.
  • યુપીઆઈ લેણદેણ પર સ્થાપિત મર્યાદા અનુસાર લેણદેણ કરો.
  • પ્રાપ્તિકર્તાનું ખાતું બ્લોક્ડ /ફ્રીઝ કરાયું નથી ને તેની ખાતરી કરી લો.
  • નોંધણીના પ્રથમ 24 કલાકમાં રૂ. 5000થી વધુ લેણદેણ નહીં કરો (એકત્રિત).

 

  • ખોટો યુપીઆઈ પિન 3 વાર એન્ટર નહીં કરો. તેને બદલે નીચે આપેલી સૂચનાઓનો ઉપયોગ કરીને પિન રિસેટ કરોઃ

    • અકાઉન્ટ્સ સેકશનમાં રિસેટ યુપીઆઈ પિન પર ક્લિક કરો.
    • ખાતાના ડેબિટ કાર્ડના છેલ્લા 5 આંકડા એન્ટર કરો.
    • ખાતાના ડેબિટ કાર્ડની સમાપ્તિ તારીખ એન્ટર કરો.
    • બેન્ક પાસેથી પ્રાપ્ત ઓટીપી એન્ટર કરો.
    • નવો યુપીઆઈ પિન કન્ફરમ કરો.
    • તમને યુપીઆઈ પિન રિસેટ સમર્થન પ્રાપ્ત થશે.