મોબાઇલ સુરક્ષા સૂચનો

સ્માર્ટફોનની સતત વધતી જતી ક્ષમતાઓ દરેક પેઢીની જરૂરિયાતમાં ફેરવાઈ રહી છે અને દુષ્ટતાપૂર્ણ હુમલાઓ માટેના આકર્ષક લક્ષ્યોમાં ઝડપભેર વૃદ્ધિ થઈ રહી છે. પરંપરાગત ડેસ્કટૉપ કોમ્પ્યુટર કરતાં મોબાઇલ ફોન ઘણાં વધુ કાર્યો પ્રસ્તુત કરે છે, જો કે, તેમને એ જ પ્રકારના સુરક્ષા પડકારોનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં, તેમની ગતિશીલતા તેમને નિશ્ચિત સ્થાન પરની સિસ્ટમના જોખમો કરતાં પણ વધુ જોખમો માટે ખુલ્લા પાડે છે. આ મોબાઈલ ફોન પર સામાન્યપણે વોર્મ્સ, ટ્રોજન હોર્સ અથવા અન્ય વાયરસ જૂથો દ્વારા હુમલો કરવામાં આવે છે, જે તમારી ગોપનીયતા અને સુરક્ષાને નબળી પાડે છે અને ઉપકરણ પર સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે.
તમારા મોબાઇલ ફોનની સુરક્ષિતતા જાળવવા માટે અહીં કેટલાક મહત્વપૂર્ણ પગલાં આપ્યાં છે.
તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં પહેલાં:
- પગલું 1: તમારા મોબાઇલ ફોનને સેટ કરવા માટે ઉત્પાદકની માર્ગદર્શિકાને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.
- પગલું 2: જો તમે તમારા મોબાઇલને ટ્રૅક કરવા માગતા હો તો ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી નંબર રેકોર્ડ કરો.
- નોંધ:આ સામગ્રી ફોનની બેટરીની નીચે પ્રિન્ટ થયેલ છે, અથવા તમે ફોન પર *#06# કી કરીને તેને મેળવી શકો છો.
મોબાઈલ સિક્યોરિટી થ્રેટ્સથી તમે તમારી જાતને સુરક્ષિત કરી શકો છો
- ડિવાઇસ અને ડૅટા સુરક્ષા થ્રેટ્સ - તમારા મોબાઈલ ફોન અને અન્ય ખોવાઈ ગયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન પ્રતિ અનધિકૃત/ ઈરાદાપૂર્વક વાસ્તવિકપણે પહોંચવાને લગતી ધમકીઓ.
- કનેક્ટિવિટી સિક્યોરિટી થ્રેટ્સ - મોબાઇલ ફોનની અજાણી સિસ્ટમ્સ અને બ્લૂટૂથ, વાઇફાઇ, યુએસબી, વગેરે દ્વારા નેટવર્ક્સ સાથે કનેક્ટિવિટી સંબંધિત થ્રેટ્સ.
- ઍપ્સ અને ઓએસ સુરક્ષા સંબંધિત થ્રેટ્સ મોબાઈલ ઍપ્લીકેશનો અને ઓપરેટિંગ સિસ્ટમ્સમાં ખામીઓના કારણસર ઉદ્ભવતી મોબાઈલ ફોન માટેની થ્રેટ્સ
મોબાઈલ ફોન સામેના હુમલાનાં શાં પરિણામો હોય છે?
- મોબાઇલ ફોન દ્વારા સંગ્રહિત/ પ્રસારિત કરાયેલ વપરાશકર્તાના ગોપનીય ડૅટા ખુલ્લા પડવા.
- દુષ્ટતાપૂર્વકના સૉફ્ટવેર મારફત પ્રીમિયમ અને ખૂબ કિંમતી SMS અને કૉલ સેવાઓના અજાણ્યા ઉપયોગને કારણે નાણાંકીય નુકસાની.
- ગોપનીયતા આક્રમણ, જેમાં ખાનગી સંદેશાઓ અને કૉલ્સ અનધિકૃત રીતે જોવાનું અને સ્થાન ટ્રેકિંગનો સમાવેશ થાય છે.
- તમારા સ્માર્ટફોન પર કોઈ નિયંત્રણ નથી, જેના પરિણામે લક્ષિત દુષ્ટતાપૂર્ણ હુમલાઓ થાય છે.
મોબાઇલ ડેટા સુરક્ષા જોખમો ઘટાડવું
મોબાઇલ ડિવાઇસ માટે શું કરવું અને શું ન કરવું
શું કરવું
IMEI નંબરની નોંધ કરો:
- વિશિષ્ટ 15 અંકોનો IMEI નંબર તમને તમારો ફોન ખોવાઈ જવાની સ્થિતિમાં ફરિયાદ નોંધાવવાની સવલત આપે છે. આ તમને સેવા પ્રદાતા દ્વારા તમારા મોબાઇલ ફોનને ટ્રૅક કરવામાં મદદ કરશે.
ડિવાઇસ લૉકિંગ સક્રિય કરો
- અનન્ય 15 અંકોનો IMEI નંબર તમને તમારો ફોન ખોવાઈ જવાની સ્થિતિમાં ફરિયાદ નોંધાવવાની મંજૂરી આપે છે. આ તમને સેવા પ્રદાતા દ્વારા તમારા મોબાઇલ ફોનને ટ્રૅક કરવામાં મદદ કરશે.
સિમ કાર્ડ લૉક કરવા માટે પિન કોડનો ઉપયોગ કરો:
- ક્યારેક તમારો ફોન ચોરાઈ જાય ત્યારે, તમારા સિમ કાર્ડ (સબ્સ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ) માટેનો પિન કોડ (વ્યક્તિગત ઓળખ નંબર) લૂંટારાઓને તેનો ઉપયોગ કરતાં અટકાવશે. તમે સિમ સિક્યોરિટી ચાલુ કરો એ પછી, દરેક વખતે જ્યારે ફોન શરૂ કરો ત્યારે તે સિમ પિન માટે પૂછશે.
- મેમરી કાર્ડ પર સંગ્રહિત તમારા ડેટાને સુરક્ષિત કરવા માટે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો.
ઉપકરણો ખોવાય અથવા ચોરાઈ જાય તો તે અંગે જાણ કરો
- જો તમને કોઈ ખોવાયેલાં/ ચોરાયેલાં ઉપકરણો મળે, તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અને સંબંધિત સેવા પ્રદાતાને તેની જાણ કરો.
મોબાઇલ ટ્રેકિંગ સુવિધાનો ઉપયોગ કરો
- આ તમને તમારો ફોન ખોવાઇ/ ચોરાઈ જવાના કિસ્સામાં ટ્રેક કરવામાં મદદ કરશે. દર વખતે નવું સિમ કાર્ડ દાખલ કરવામાં આવે ત્યારે આ સુવિધા આપમેળે તમારી પસંદગીના બે પહેલેથી પસંદ કરેલા ફોન નંબર પર સંદેશને સક્રિય કરે છે.