સુરક્ષા પ્રશ્નો સાથે સુરક્ષાનું એક
અતિરિક્ત સ્તર ઉમેરો

સુરક્ષા પ્રશ્નો શું છે?
સુરક્ષા પ્રશ્નો એ સુરક્ષા સંબંધિત લાક્ષણિકતાઓ છે, જે સુરક્ષાનું અતિરિક્ત સ્તર ઉમેરે છે. તમે તમારી પસંદગીના કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ આપવા માટે સ્વતંત્ર છો. અત્યારે તમે જે ઉત્તરો આપશો તે રેકોર્ડ કરવામાં આવશે અને સંપૂર્ણપણે ગોપનીય, સલામત અને સુરક્ષિત રાખવામાં આવશે. અમારું સુરક્ષા એન્જિન તમને સુરક્ષિત રાખવા માટે પૃષ્ઠભૂમિમાં ચાલતું રહેશે અને જો (અને માત્ર જો) તેને તમારા સામાન્ય ઑનલાઇન બેંકિંગ ઉપયોગના વ્યવહારમાંથી કોઈ વિચલન જણાશે તો એ તમને પ્રશ્ન પૂછી શકે છે. જ્યારે પૂછવામાં આવે, ત્યારે તમારે પ્રશ્નનો બરાબર જવાબ આપવો પડશે, જે રીતે તમે હમણાં જવાબ આપો છો.
મહેરબાની કરીને નોંધ લેશો કે જ્યારે અમારું સુરક્ષા એન્જિન તમારા સામાન્ય વ્યવહારોમાંથી કોઈ વિચલનનું અવલોકન કરશે ત્યારે જ તમારા જવાબોનો ઉપયોગ તમારી ઓળખની પુષ્ટિ કરવા માટે કરવામાં આવશે.
આ સુરક્ષા પ્રશ્નો સેટ કરતી વખતે મારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
આ ત્રણ પ્રશ્નો છે, જે તમે તમારા વ્યક્તિગત જવાબો સાથે સેટ કર્યા છે, જે અમને તમારી ઓળખ ચકાસવામાં મદદ કરે છે. આ પ્રશ્નો સેટ કરતી વખતે તમારે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ:
- તમારા માટે એ વ્યક્તિગત હોવું જોઈએ
- તમારા માટે યાદ રાખવું સરળ હોવું જોઈએ પરંતુ અન્ય કોઈ માટે અનુમાન લગાવવું મુશ્કેલ હોવું જોઈએ
- સોશિયલ મીડિયા પરની તમારી ‘પબ્લિક’ પ્રોફાઇલમાંથી ન હોવા જોઈએ
- કોઈને પણ વ્યક્તિ સમક્ષ જાહેર ન કરવું જોઈએ
નોંધ લેશો કે અધિકૃત બેંક કર્મચારી આ ક્યારેય પૂછશે નહીં.
મને આ પ્રશ્નો ક્યારે પૂછવામાં આવશે?
તમને ઉન્નત સુરક્ષા પ્રદાન કરવા માટે અમારું સુરક્ષા એન્જિન પૃષ્ઠભૂમિમાં ચાલતું રહેશે. જો (અને માત્ર જો) તે તમારા સામાન્ય ઓનલાઈન બેંકિંગ વપરાશ વ્યવહારમાંથી કોઈ વિચલન અવલોકન કરશે, તો અમારી સિસ્ટમ તમને પ્રશ્ન પૂછી શકે છે.
જ્યારે તમે અમુક વ્યવહારો પૂર્ણ કરી રહ્યા હો અથવા ઓનલાઈન બેંકિંગમાં લોગ ઇન કરો ત્યારે તમને પૂછવામાં આવશે. આ પ્રોમ્પ્ટ ઓનલાઈન બેંકિંગમાં તમારી ઓળખ ચકાસવા માટે હશે.
આ સુરક્ષાને કેવી રીતે સુધારે છે?
સુરક્ષા પ્રશ્નો એ સુરક્ષા લાક્ષણિકતા છે, જે સુરક્ષાનું અતિક્ત સ્તર ઉમેરે છે. આ પ્રશ્નો અને જવાબો તમારા માટે વ્યક્તિગત છે અને તમારી ઓળખ ચકાસવામાં અમને મદદ કરે છે. સુરક્ષા પ્રશ્નોની સાથે ઇન્ડસઇન્ડ ઈન્ટરનેટ બેન્કિંગને વધુ સુરક્ષિત બનાવે છે, જેમાં ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ, એન્ક્રિપ્શન, ફાયરવોલ્સ અને ઓટોમેટિક ટાઈમ-આઉટનો સમાવેશ થાય છે.
ઉદાહરણો
અહીં આપેલા જવાબો માત્ર સૂચક છે. કૃપા કરીને આ ચોક્કસ જવાબોનો ઉપયોગ કરશો નહીં:
કયા શહેરમાં તમારું વેકેશન ઘર છે?
નૈનીતાલ (જવાબ તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર જાણવેલો ન હોવો જોઈએ)તમારા પ્રથમ પાળેલા પ્રાણીનું નામ શું હતું?
રુસ્ટર (જવાબ તમારા માટે વ્યક્તિગત હોવો જોઈએ)તમે જે પ્રથમ કંપની માટે કામ કર્યું તેનું નામ શું છે?
ABC લિમિટેડ (સામાજિક મંચ પર જવાબ સરળતાથી ઉપલબ્ધ હોવાથી સ્વીકાર્ય નથી)તમારું હુલામણું નામ શું છે?
AAA અથવા PQR (સમાન અક્ષરોના પુનરાવર્તનની પરવાનગી નથી એ કારણસર સ્વીકાર્ય નથી)