તમારા કાર્ડની જાણકારીને સલામત

રાખવા માટેની કેટલીક ટિપ્સ

કરો:
  • બૅન્ક દ્વારા મોકલવામાં આવેલા ઍલર્ટ્સ પર ધ્યાન આપો, જેમ કે ટ્રાન્ઝેક્શન ઍલર્ટ, સરનામું/મોબાઇલ નંબરમાં પરિવર્તનો વગેરે અને જો કોઇ વિસંગતી હોય તો એની બૅન્કને જાણ કરો.
  • બૅન્કને આપવામાં આવેલા સરનામા અને મોબાઇલ નંબરમાં જો કોઇ ફેરફાર હોય તો તરત જ બૅન્કને એની જાણ કરો.
  • તમારા પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર (પિન)ને યાદ રાખો, એને નિયમિતપણે બદલતાં રહો અને પિન નંબર સાથેના કોઇ ફિઝિકલ દસ્તાવેજો હોય તો એનો નાશ કરો.
  • મર્ચન્ટ આઉટલેટ ખાતે ટ્રાન્ઝેક્શન પતી ગયા પછી તપાસી લો કે તમને તમારું ક્રેડિટ/ડેબિટ કાર્ડ પરત કરવામાં આવ્યું છે એ તમારું જ છે.
  • મર્ચન્ટ આઉટલેટ ખાતે તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડને તમારી હાજરીમાં જ સ્વાઇપ થાય એનો આગ્રહ રાખો.
  • રકમને તપાસવા માટે ટ્રાન્ઝેક્શન થઇ ગયા પછી તમારા ટ્રાન્ઝેક્શન નોટિફિકેશન મસેજને તપાસો.
  • પીઓએસ મશીનો અને એટીએમમાં એન્ટર કરતી વખતે ક્રેડિટ/ડેબિટ કાર્ડનો પિન કોઇને નજરે પડતો નથી એની ખાતરી કરી લો.
  • તમારું ક્રેડિટ/ડેબિટ કાર્ડ જો ગુમ થાય અથવા તમે ભૂલથી કોઇ સાથે તમારી વિગતોની આપલે કરી હોય તો તરત જ બૅન્કનો સંપર્ક કરો.
  • બૅન્કનો કસ્ટમર કેર નંબર હાથવગો રાખો, જેથી જો તમને કોઇ સહાયતા જોઇતી હોય/કટોકટી હોય/કાર્ડ ગુમ થાય /ટ્રાન્ઝેક્શનમાં કોઇ વિવાદ હોય તો તમે તરત જ કૉલ કરી શકો.
  • બનાવટી મૅસેજીસ / કૉલ્સ / ઇમેલ્સથી સાવધ રહો અને આવા કોઇ પણ વિનિમયને તમારી વિગતો સાથે કદાપિ પ્રતિસાદ ના આપો.
ના કરો:
  • તમારું ક્રેડિટ / ડેબિટ કાર્ડ કોઇના પણ હાથમાં ના આપો. એ ઇન્ડસઇન્ડ બેન્કનો પ્રતિનિધિ હોવાનો દાવો કરે તો પણ નહીં.
  • કોઈની પણ સામે તમારો પિન/ઓટીપી/સીવીવી/ વીબીવી/માસ્ટર સીક્યૉર પાસવર્ડ જાહેર ના કરો. બૅન્ક અથવા કોઇ અન્ય સરકારી સંસ્થા તમને આ માહિતી નહીં પૂછે.
  • જાહેર સ્થળોમાં, અસુરક્ષિત વાઇ-ફાઇ નેટવર્કોનો ઉપયોગ કરીને તમારા કાર્ડ/ઍકાઉન્ટને ઍક્સેસ ના કરશો અથવા આવાં નેટવર્કો પર ઓનલાઇન ખરીદી ના કરશો.
  • એટીએમ પર કોઇ અજાણી વ્યક્તિની મદદ ના લેશો, એ તમને સ્વેચ્છાએ મદદ કરવાની ઑફર કરે તો પણ નહીં.

સુરક્ષિત ઓનલાઇન બૅન્કિંગ

ટ્રાન્ઝેક્શના માટેની ટિપ્સ

  • તમારા લોગઇન પાસવર્ડ અને ડેબિટ કાર્ડ પિનને એન્ટર કરવા માટે વર્ચ્યુઅલ કીપેડનો ઉપયોગ કરો.
  • તમારા પ્રથમ લોગઇન પર તમારો લોગઇન પાસવર્ડ અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ બદલી નાખો.
  • ચૅન્જ પાસવર્ડ વિકલ્પનો ઉપયોગ કરીને વારંવાર અથવા ઓછામાં ઓછા અઠવાડિયે એક વાર તમારો પાસવર્ડ બદલી નાખો.
  • યાદ રાખ્યા પછી પાસવર્ડનો નાશ કરો, એને લખશો નહીં અથવા એને ક્યાંક સંઘરશો નહીં.
  • કોઇની પણ સામે તમારા પાસવર્ડ જાહેર કરશો નહીં; એ વ્યક્તિગત અને ગોપનીય છે.
  • બીજાને કલ્પના કરવા માટે મુશ્કેલ પડે એવો પાસવર્ડ પસંદ કરો. સહેલાઇથી યાદ રહી જાય એવો પાસવર્ડ પસંદ ના કરો, જેમ કે જન્મતારીખ, ટેલિફોન નંબર અથવા ક્રમાનુસાર આવતા આંકડાઓ જેવા કે ૧૧૧૧૧૧, ૧૨૩૫૬ વગેરે.
  • તમારા પાસવર્ડમાં લેટર્સ અને નંબરો તથા લોઅર કેસ અને કેપિટલ લેટર્સ બંનેના કૉમ્બિનેશનો ઉપયોગ કરો.
  • સર્વિસનો ઉપયોગ કર્યાં બાદ અથવા તો તમારું PCથી દૂર થઈ રહ્યા હોય ત્યારે હંમેશા-ઈન્ડસનેટ, ઈન્ડસડાયરેક્ટ, કનેક્ટ ઓનલાઈન, ઈન્ડસ સ્પીડ રેમિટ તથા ઈન્ડસ કલેક્ટના આપણા નેટ બેન્કિંગ પ્લેટફોર્મમાંથી લોગ આઉટ કરવું.
  • સેવાનો ઉપયોગ કરી લીધા પછી અથવા તમે તમારા પીસીથી દૂર જાઓ ત્યારે અમારા ડિજિટલ બેન્કિંગ મંચો - ઇંડસનેટ, ઈંડસડાયરેક્ટ, કનેક્ટ ઓનલાઈન, ઈન્ડસ સ્પીડ રેમિટ, ઈન્ડસકલેક્ટમાંથી હંમેશાં લોગ આઉટ કરો. સલામતીના કારણોસર, તમારું બ્રાઉઝર જો થોડી વાર માટે નવરું પડ્યું હોય તો તમારું લોગઇન સેશન ટર્મિનેટ થશે.
  • લોગ આઉટ કર્યા પછી હંમેશા બ્રાઉઝર ઍપ્લિકેશનને બંધ કરવાનું યાદ રાખો.
  • જાહેર/ખુલ્લા સ્થળોમાં ઇન્સ્ટૉલ કરેલા કંપ્યુટરો મારફતે નેટ બૅન્કિંગને એક્સેસ કરવાનું ટાળો.
  • જો તમે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનો કરવાથી સુપરિચિત ના હો, તો તમે એમ કરવાથી દૂર રહો અથવા આ બાબતામાં બૅન્કનું માર્ગદર્શન લો.
  • ખોટાં ટ્રાન્ઝેક્શનો અથવા તમારા દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો માટે અમે જવાબદાર નહીં હોઇએ. ઓનલાઈન જોવાના અને ટ્રાન્ઝેક્શન વિકલ્પો બંને અલગ છે. કૃપા કરી તમારા વિકલ્પને સૂઝબૂઝથી અજમાવો.
  • કૃપા કરી તમારા કારોબારી સર્વર્સ, ઉપકરણો અને સહાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે આવશ્યક સુરક્ષા સાથે સંકળાયેલ ટૂલ્સ (જેમ કે એન્ટી-વાઈરસ/ફાયરવોલ) રાખવા જરૂરી છે.
  • અમારા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ APIsનો પેમેન્ટ પ્રેસેસનો સુરક્ષિત તથા અધિકૃત ઉપકરણો, પર્સનલ, સર્વર્સ તથા સહાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

 

તમારા મોબાઇલ એપ

ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત બનાવો

  • ઈન્ડસઈન્ડ બેન્કના મોબાઈલ બેન્કિંગ એપને ફક્ત ગુગલ પ્લે સ્ટોર/એપલ એપ (ઈન્ડસડાયરેક્ટ કોર્પોરેટ મોબાઈલ બેન્કિંગ એપ સહિત) સ્ટોર પરથી ડાઉનલોડ કરો
  • માત્ર ગુગલ પ્લે સ્ટૉર/ઍપલ એપ સ્ટૉર પરથી જ ઇન્ડસઇન્ડ બેન્કની મોબાઇલ બન્કિંગ એપ (ઈન્ડસડાયરેક્ટ કોર્પોરેટ મોબાઈલ બેન્કિંગ એપ સહિત)
  • ડાઉનલોડ કરતા પહેલાં પુષ્ટિ કરી લો કે એપને ઇન્ડસઇન્ડ બેન્ક લિ. દ્વારા ડેવલપ કરવામાં આવી છે.
  • આવશ્યતા કરતાં વધુ પડતી પરમિશન્સ માગતાં એપ્સને ઇન્સ્ટૉલ કરવાનું ટાળો.
  • તમારા મોબાઇલ પર પ્રતિષ્ઠિત ઍન્ટી વાયરસ ઉપરાંત મોબાઇલ પ્રોટેક્શન એપ ઇન્સ્ટૉલ કરો અને વાપરો.
  • ડિવાઇસને રૂટ અથવા જેલ-બ્રેક ના કરશો. એ તમારા ડિવાઇસ પરના બધા જ સીક્યુરિટી કંટ્રૉલ્સનો નિકાલ કરે છે.
  • પાસ કોડ/પૅટર્ન/ફિંગરપ્રિન્ટ/ફૅસ રિકગ્નીશન અનલૉકની સાથે સ્ક્રીન ઇનઍક્ટિવિટી લૉકનો ઉપયોગ કરો
  • તમારા મોબાઇલ પર પાસવર્ડ અથવા કોઇ અન્ય સંવેદનશીન જાણકારીને સંઘરશો નહીં.
  • સ્રોતને ચકાસ્યા વિના સોશિયલ મીડિયા મારફતે મળેલી લિંકો પર ક્લિક કરવાનું ટાળો.

 

છેતરપિંડીભર્યા કૉમ્યુનિકેશનને

ટાળવા માટેની ટિપ્સ

ઇમેલ્સ
  • કૃપા કરી તમારી સંવેદનશીલ જાણકારીને, જેવી કે લોગઇન આઇડી, પાસવર્ડ્સ અને અન્ય ઍકાઉન્ટની ગોપનીય જાણકારી જાહેર કરવાનું આમંત્રણ આપતાં નકલી ઇમેલ્સથી સાવધ રહો.
  • આવા ઇમેલ તમને બૅન્કની બિલકુલ અસલી વેબસાઇટ જેવી દેખાતી નકલી વેબસાઇટ પર લઇ જઇ શકે છે અથવા તમને તમારી બૅન્કિંગની જાણકારીને અપડેટ કરવા માટેની વિનંતી કરી શકે છે.
  • બૅન્ક આવા ઇમેલ્સ જારી કરતી નથી અને એને અવગણવાની તમને સલાહ આપવામાં આવે છે અને અંગત માહિતી માટે કોઈ પણ વિનંતીને પ્રતિસાદ નહીં આપો.
  • કૃપયા આવા શંકાસ્પદ ઇમેલ્સની તરત જ report.phishing@indusind.com પર ફરિયાદ કરો
  • બનાવટી ઇમેલ્સથી સાવધ રહો. તેઓ તમને વાયરસ ડાઉનલોડ કરવા માટે આમંત્રી શકે છે અથવા નકલી વેબસાઇટ પર ક્લિક કરવા મારફતે ગોપનીય જાણકારી બહાર કઢાવી શકે છે.
  • ખાતરી કરી લો કે તમે જેના પર ટ્રાન્ઝેકટ કરી રહ્યા છો એ વેબસાઇટો પ્રાઇવસી અને સીક્યુરિટી સ્ટેટમેન્ટ્સ ધરાવે છે અને એનું કાળજીપૂર્વક પુન: અવલોકન કરો.
  • ખાતરી કરી લો કે વેબસાઇટ ઍડ્રેસ (યુઆરએલ)www.indusind.com છે અથવા જાતે યુઆરએલ ટાઇપ કરો.
  • ઈમેલ્સ અથવા ત્રીજા પક્ષકારની વેબસાઈટ્સ પરથી સક્ષમ કરેલ હાઈપરલિંક્સ મારફતે ઈન્ડસનેટ, ઈન્ડસડાયરેક્ટ, કનેક્ટ ઓનલાઈન, ઈન્ડસ સ્પીડ રેમિટ અને ઈન્ડસકલેક્ટમાં લોગ ઈન કરશો નહીં.
  • ઇમેલ્સમાં ઇમ્બેડ કરેલી હાયપરલિંક્સ મારફતે અથવા થર્ડ પાર્ટી વેબસાઇટો પર ઇંડસનેટમાં લોગ ના કરો.
  • તમારી વ્યક્તિગત જાણકારી જણાવવા માટે વિનંતી કરતા કોઇ પણ ઇમેલને પ્રત્યુત્તર ના આપો. તમારો પાસવર્ડ જાહેર ના કરો
  • જો મોકલનાર પર તમને સંદેહ હોય તો ઍટેચમેન્ટ ધરાવતાં ઇમેલને ખોલશો નહી.
  • તમે સંવેદનશીલ જાણકારી એન્ટર કરો એ પહેલાં વેબ પેજના જમણી તરફના તળિયા પર આપેલા પેડલૉક ચિહ્નને જુઓ અને ખાતરી કરી લો કે સાઇટ સીક્યૉર મોડ પર રન કરી રહી છે.
  • જ્યારે કંપ્યુટર વપરાશમાં ના હોય ત્યારે એને ઓનલાઇન રાખશો નહીં. કાં તો એને બંધ કરો અથવા જાતે અને ઇન્ટરનેટ કનેક્શનથી ડિસ્કનેક્ટ કરો.
  • કોઇ પણ અનિયમિતતાની તરત જ ફરિયાદ કરો.
  • સીક્યુરિટી પૅચિસને ડાઉનલૉડિંગ કર્યા દ્વારા અને નિયમિત ધોરણે તમારા ઍન્ટી-વાયરસ અને ફાયરવૉલ સૉફ્ટવેરને પણ અપડેટ કરીને તમારા પર્સનલ કંપ્યુટરને અપડેટ રાખો.
  • તમારા સેશન્સ પર દેખરેખ રાખવા માટે નિયમિતપણે તમારી છેલ્લી લોગઇન જાણકારી ક્રૉસચેક કરો
ફોન કૉલ્સ/એસએમએસ
  • ઠગો તમને ફોન કૉલ્સ અથવા ટૅક્સ્ટ મૅસેજ દ્વારા તમારી વિગતો પૂછી શકે છે.
  • તમને કોઇ ખાસ નંબર પર કૉલ કરવાની વિનંતી કરવામાં આવી શકે છે અને ઇન્ટઍક્ટિવ વૉઇસ રિસ્પૉન્સ સિસ્ટમ પર ગોપનીય વિગતોને જાહેર કરવાનું અથવા કી ઇન કરવાનું અથવા પ્રીટૅક્સ્ટ ઑફ વેરિફાઇંગ યૉર ક્રેડિટ કાર્ડ ઇન્ફોર્મેશન હેઠળ તમારી વિગતો કી ઇન કરવાનું કહેવામાં આવી શકે છે.
  • ગોપનીય જાણકારી પૂછતાં મૅસેજીસને પ્રત્યુત્તર આપશો નહી.
  • કોઇ પણ આપવામાં આવેલા કે અજાણ્યા નંબરો પર કૉલ કરશો નહીં. એ તમને ફસાવવા માટેનો પ્રયાસ હોઇ શકે.
  • જો તમને આવા કોઇ સંદેશાઓ અથવા ફોન કૉલ્સ મળે કે જે તમને શંકાસ્પદ અને સંદેહજનક લાગે તો તરત જ બૅન્કનો સંપર્ક કરો.
ડોમેઇન છેતરપિંડીથી સુરક્ષિત રહો

ડોમેઇન છેતરપિંડીથી બચવા માટેનું પ્રથમ પગલું આ કૌભાંડને સમજવાનું છે. ડોમેઇન છેતરપિંડી એ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનાં અનૈતિકપણે ડોમેઇન નામો બનાવવા અને ઉપયોગ કરવાની પ્રક્રિયા છે, જેથી વપરાશકર્તાઓ અથવા વ્યવસાયોને નાણાકીય વ્યવહારો કરવા માટે એ માર્ગે ફંટાવવામાં (રીડાયરેક્ટ) કરવામાં આવે. સાયબર અપરાધીઓ વિશ્વસનીય બ્રાન્ડ નામોની નકલ કરીને નિમ્નાનુસાર પદ્ધતિઓથી હુમલાઓ શરૂ કરે છે:

  • વાયર ટ્રાન્સફર છેતરપિંડી
  • ફિશીંગ
  • નકલી માલનું વેચાણ
  • સેશન ચોરી

ઇન્ડસઇન્ડ બેન્ક તમને

કદાપિ આ વિગતો નહીં પૂછે

  • પિન (પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર)
  • ઓટીપી (વન-ટાઇમ પાસવર્ડ)
  • સીવીવી (કાર્ડ વેરિફિકેશન વૅલ્યુ)
  • કાર્ડ ઇક્સપાયરી ડેટ
  • તમારો નેટ બેન્કિંગ/મોબાઈલ બેન્કિંગ લોગઈન આઈડી, ટ્રાન્ઝેક્શન પાસવર્ડ, ઓટીપી અથવા એમપીઆઈએન (મોબાઈલ બેન્કિંગ માટે)

ડિજિટલ પેમેન્ટ સુરક્ષિત અને

સરળ બનાવો

શું કરવું જોઈએ
  • છેતરામણા કૉલ્સ (વિશિંગ) પ્રત્યે સચેત રહો, જે આપને તૃતીય-પક્ષનાં ઍપ્લિકેશનો ડાઉનલોડ કરવા અથવા ગોપનીય માહિતીની જાણકારી તેમને જણાવવા માટે કહે છે (આવા કૉલ્સને તરત જ ડિસ્કનેક્ટ કરો)
  • જો પહેલેથી જ આપના દ્વારા કોઈપણ રિમોટ ઍક્સેસ ઍપ ડાઉનલોડ કરી હોય અને હવે એ જરૂરી ન હોય તો, તેને તરત જ અનઇન્સ્ટોલ કરો
  • આપની ચુકવણીઓ અથવા મોબાઇલ બેંકિંગ-સંબંધિત ઍપ્લિકેશનો પર ઍપ-લોક સક્ષમ કરો
  • કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ આપની નજીકની બેંક શાખા / અધિકૃત ગ્રાહક સેવા ક્રમાંક (કસ્ટમર કૅર નંબર) પર જ કરો
  • UPI દ્વારા ચુકવણીએ (ટ્રાન્ઝેક્શન) કરતાં પહેલાં ટ્રાન્ઝેક્શનના પ્રકારને માન્ય કરો, ત્યાં એક માનક નિયમ છે - UPI દ્વારા નાણાં મેળવવા માટે કોઈ PIN જરૂરી નથી
  • UPI દ્વારા વ્યવહાર કરતી વખતે કપટી / નકલી ઍપ્લિકેશનથી સાવધ રહો, UPI વ્યવહારો માટે વિશ્વસનીય ઍપ્લિકેશનનો ઉપયોગ કરવાનું પસંદ કરો
  • આપની બેંક સાથે તમારી વિગતો અદ્યતન (અપડેટ) રાખો
  • જો આપને કોઈ અસામાન્ય વ્યવહારનો અનુભવ થાય તો તરત જ આપની બેંકને સતર્ક કરો.

શું નહીં કરવું જોઈએ

  • આપનો UPI PIN, CVV અને OTP ક્યારેય કૉલ/ SMS/ Email પર કોઈને પણ સૂચિત કરશો નહીં, પછી ભલે તે બેંક તરફથી હોવાનો દાવો કરે.
  • આપના મોબાઈલ હેન્ડસેટમાં ક્યારેય બેંકિંગ પાસવર્ડ્સ સ્ટોર કરશો નહીં
  • અજાણ્યા પ્રેષકો તરફથી નાણાંની વિનંતીઓથી સાવધ રહો કારણ કે, UPI મની વિનંતી સ્વીકારવી એ આપના ખાતામાંથી ઉધારવામાં આવે છે. માત્ર જાણીતા પ્રેષકો અને ચકાસાયેલ વેપારીઓની જ વિનંતીઓ સ્વીકારો
  • બેંકના કહેવાતા પ્રતિનિધિની વિનંતી પર પ્રાપ્ત થયેલ કોઈપણ વણમાગ્યા SMS ફોરવર્ડ કરશો નહીં
  • અજાણ્યા ઍપને ક્યારેય પરવાનગી/ પહોંચ (ઍક્સેસ) ન આપશો
  • UPI ચુકવણીઓ પર અન્યત્ર મોકલતી (રીડાયરેક્ટ કરતી) લિંક સાથેના અવિશ્વસનીય SMS/ ઈમેલ ક્યારેય ખોલશો નહીં

 

જનરલ ઇન્ફોર્મેશન સીક્યુરિટી બેસ્ટ પ્રક્ટિસીસ વિશેની વધુ જાણકારી માટે કૃપયા અહીં મુલાકાત લો.
Be aware of the mechanisms used by Fraudsters to steal your money. Follow simple steps to protect yourself from them. Click here.